બીજા વિશ્વયુદ્ધ સમયના બે વિમાન આકાશમાં ટકરાયાં

Wednesday 16th November 2022 07:11 EST
 
 

ટેક્સાસના ડલાસ શહેરમાં એર શો દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ સમયના બે વિમાન હવામાં જ અથડાતા બંને વિમાન તૂટી પડયા હતા. આ દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયા છે. દુર્ઘટનાના વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે નાના ફાઈટરના ફૂરચા ઉડી ગયા હતા જ્યારે બોમ્બર વિમાનના બે ટુકડા થઇ ગયા હતા. ડલાસમાં શનિવારે બીજા વિશ્વ યુદ્ધની સ્મૃતિમાં યોજાયેલા એર શો દરમિયાન બોઈંગ બી-17 ફ્લાઈંગ ફોર્ટ્રેસ બોમ્બર અને બેલ પી-63 કિંગ કોબરા ફાઈટર અથડાયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ જણાવ્યું કે, ડલાસના એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર આ અકસ્માત સર્જાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter