બુદ્ધિશાળી એલિયન્સના ૨.૬૬ કરોડ સિગ્નલ્સ મળ્યાં

Saturday 28th November 2020 07:03 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના વિજ્ઞાનીઓનો દાવો છે કે અવકાશમાં કોઈ બુદ્ધિશાળી એલિયન સભ્યતા હોવાના પાક્કા પુરાવા મળ્યા છે. અવકાશમાંથી મળેલા ૨.૬૬ કરોડથી વધુ સિગ્નલના આધારે આ દાવો કરાઈ રહ્યો છે. જોકે, અત્યારની ટેક્નોલોજીની મદદથી એલિયનોનાં આ સિગ્નલોને સમજવામાં ખાસ્સો સમય લાગશે. આ વિજ્ઞાનીઓએ આ સિગ્નલોને ટેક્નોસિગ્નેચર નામ આપ્યું છે, જે ખાસ પ્રકારની રેડિયો વેવલેન્થ છે. બીજા ગ્રહો પર જીવનની શક્યતાને ચકાસવા માટે આ પ્રકારની રેડિયો વેવલેન્થ મેળવવાની કોશિશ દરમિયાન આ સિગ્નલ મળ્યાં છે.

૪૦૦ પ્રકાશ વર્ષ દૂરથી સિગ્નલ

જીન લુક માર્ગોટે જણાવ્યું હતું કે, ‘આર્સીબો પ્લેનેટરી રડાર ૪૦૦ પ્રકાશ વર્ષથી પણ વધારે દૂરથી આવી રહેલી રેડિયો વેવલેન્થ એટલે કે એલિયન સિગ્નલ્સને પકડી શકે છે, પરંતુ મળી રહેલા સિગ્નલ્સ એક હજાર ગણા વધારે શક્તિશાળી છે. એને યોગ્ય રીતે પકડવા અને સમજવા માટે વધારે શક્તિશાળી ટેક્નોલોજીની જરૂર છે.’ જીન લુક માર્ગોટ અને તેમની ટીમે પશ્ચિમ વર્જિનિયામાં સ્થિત શક્તિશાળી ગ્રીન બેન્ક રેડિયો ટેલિસ્કોપ દ્વારા આ સિગ્નલ્સ પકડાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter