બેરી ગોલ્ડ વોટર સ્કોલર્સમાં ૩૬ ભારતીય અમેરિકન યુવા સંશોધકોનો સમાવેશ

Wednesday 14th April 2021 03:20 EDT
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ તાજેતરમાં બેરી ગોલ્ડવોટર સ્કોલરશિપ્સ એન્ડ એક્સેલન્સ ઈન એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ૨૦૨૧ના ગોલ્ડવોટર સ્કોલર્સની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં લગભગ ૩૬ ભારતીય અમેરિકનનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેર પેગી ગોલ્ડવોટર ક્લેએ જણાવ્યું હતું કે ગોલ્ડવોટર બોર્ડે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ નેશનલ ડિફેન્સ એજ્યુકેશન પ્રોગ્રામ્સ સાથે ભાગીદારીના પરિણામે  સંખ્યા વધારીને ૨૦૨૧ – ૨૦૨૨ના શૈક્ષણિક વર્ષ માટે ૪૧૦ કોલેજ સ્ટુડન્ટ્ને ગોલ્ડવોટર સ્કોલરશિપ્સ આપી હતી.  
NDEP પ્રોગ્રામના ભારતીય અમેરિકન ડિરેક્ટર ડે. જગદીપ પામુલાપતીએ જમાવ્યું હતું કે દેશ તેની વૈજ્ઞાનિક સ્પર્ધાત્મકતા અને સુરક્ષા જાળવી રાખે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે તેથી આ કૌશલ્યના વિકાસ માટે અમે ગોલ્ડવોટર ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો છે.  
આ સ્કોલરો પૈકી ઘણાંના સંશોધનો અગ્રણી પ્રોફેશનલ જર્નલ્સમાં પ્રકાશિત થયા છે અને તેમણે તેમની કામગીરી પ્રોફેશનલ સોસાયટી કોન્ફરન્સીસમાં રજૂ કરી હોવાનું જણાવાયું હતું. ગોલ્ડવોટર સ્કોલર્સની શૈક્ષણિક અને સંશોધન સંબંધિત ઓળખ ખૂબ અસરકારક હોય છે અને આ સંશોધનો પ્રતિષ્ઠિત પોસ્ટ ગ્રેજ્યુએટ ફેલોશિપ પ્રોગ્રામ્સનું ધ્યાન ખેંચ્યું છે.
૨૦૨૧ના ઈન્ડિયન અમેરિકન સ્કોલર્સમાં જહોન હોપકિન્સ યુનવર્સિટીના આદિત્ય રાવ (એન્જિનિયરિંગ), બર્મિંગહામની યુનિવર્સિટી ઓફ અલાબામાના કાર્તિક રેડ્ડી (સાયકોલોજી), યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા - સાન ડિયેગોની અદિતિ જ્ઞાનશેખર (એન્જિનિયરિંગ), યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા - ઈરવિનની પ્રત્યુષ મુથુકુમાર (CISE), યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટની સીમા પટેલ (લાઈફ સાયન્સીસ), સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સિધિકા બાલાચંદર (CISE), જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી - મેઈન કેમ્પસના શોવન ભાટિયા (એન્જિનિયરિંગ), સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના તેજસ અથની (લાઈફ સાયન્સીસ), જ્યોર્જિયા  સ્ટેટ યુનિવર્સિટીની ચેતના બત્રા (લાઈફ સાયન્સીસ), યુનિવર્સિટી ઓફ હવાઈ – મેનોઆની ગીતિકા પટવર્ધન (લાઈફ સાયન્સીસ), યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ – શિકાગોની અશ્મા પંડ્યા (કેમિસ્ટ્રી), યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ – કોલેજ પાર્કના સંકેત આંધાવરાપુ (લાઈફ સાયન્સીસ), યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા - બર્કલેના નવીન દુર્વાસુલા (CISE), યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ – બાલ્ટીમોર કાઉન્ટી, (CISE)ના કરણ લુથરીયા, યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ – કોલેજ પાર્કના નવીન રામન (CISE), કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના અંજીની ચંદ્રા (એન્જિનિયરિંગ), યુનિવર્સિટી ઓફ મિશિગન – એન આર્બરના કાર્તિક રવિ (લાઈફ સાયન્સીસ), મોન્ટાના સ્ટેટ યુનિવર્સિટીના પુષ્ય ક્રિશ્રા (લાઈફ સાયન્સીસ) વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter