બોઈંગની બીજા ક્વાર્ટરમાં અત્યાર સુધીની સૌથી વધુ ખોટ

Friday 26th July 2019 07:40 EDT
 

ન્યૂ યોર્કઃ ૭૩૭ મેક્સ કટોકટી વધુ ઘેરાતા અમેરિકાની વિમાન નિર્માતા કંપની બોઇંગે અત્યાર સુધીની સૌથી મોટી ખોટ નોંધાવી છે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો થોડાક સમય માટે વિમાનનું ઉત્પાદન બંધ કરવાની ફરજ પડશે. માર્ચ મહિનામાં મેક્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા કંપનીના વેચાણ પર પ્રતિકૂળ અસર પડી છે. કંપનીએ ગ્રાહકોને વળતર આપવા માટે પાંચ અબજ ડોલરની જોગવાઇ કરી છે. બોઈંગના ચીફ એક્ઝિકયુટીવ ડેનિસ મુલેનબર્ગે જણાવ્યું છે કે એરલાઇન્સ અને યાત્રીઓમાં મેક્સ અંગે વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવામાં સમય લાગશે. ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં બોઇંગે ૨.૯ અબજ ડોલરની ખોટ કરી છે. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ૨.૨ અબજ ડોલરનો નફો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter