બોયફ્રેન્ડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સહિત છને ઠાર માર્યા બાદ આત્મહત્યા કરી

Thursday 13th May 2021 11:50 EDT
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના કોલોરાડોમાં મધર્સ ડે પર યોજાયેલી એક બર્થડે પાર્ટી દર્દનાક હત્યાકાંડમાં પરિણમી હતી. એક યુવાને તેની ગર્લફ્રેન્ડ સહિત એક જ પરિવારના છને શૂટ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. હત્યારાએ છેલ્લે રડતા બાળકો પરત્વે દયા દાખવતાં ગનનું નાળચું પોતાની તરફ ફેરવી ગોળી છોડી આત્મહત્યા કરી લીધી હતી. રવિવારે મધરાત બાદ બંદૂકધારી કોલોરાડો સ્પ્રીંગના ટ્રેલર પાર્ક ખાતેની બર્થડે પાર્ટીમાં ઘૂસ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે બાળકોને કોઈ ઇજા કરી ન હતી અને તેઓ હવે સંબંધીઓ પાસે છે. અહેવાલો અનુસાર માર્યા ગયેલાં લોકોમાં ૫૩ વર્ષની જોના ક્રૂઝ, તેના બે પુત્ર મેલવિન પરેઝ અને જોઝ ગુટ્ટીરેઝ ઉપરાંત પરેઝની પત્ની માઇરા, માઇરાની બહેન સાન્ડ્રા આઈબરા અને તેના ભાઇ જોઝ આઈબરાનો સમાવેશ થતો હતો. સાન્ડ્રા આઈબરા હુમલાખોરની ગર્લફ્રેન્ડ હતી. અહેવાલો અનુસાર આ સપ્તાહે જોના ક્રૂઝ અને તેના પુત્ર મેલવિન પરેઝનો જન્મદિવસ હોવાથી ઉજવણી થઇ રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter