બ્રિટિશ એકેડમી દ્વારા બે ભારતીય અમેરિકનની ફેલો તરીકે વરણી

Wednesday 04th August 2021 02:22 EDT
 
 

લંડનઃ SHAPE વિષયોમાં નોંધપાત્ર પ્રદાન બદલ બ્રિટિશ એકેડમી દ્વારા આ વર્ષના નવા ૮૪ કોરસપોન્ડિંગ ફેલોની વરણી કરવામાં આવી હતી. તેમાં બે ભારતીય અમેરિકન, પ્રિન્સટન યુનિવર્સિટીના પ્રો.પ્રતાપ ભાનુ મહેતા અને કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રો.ગાયત્રી ચક્રવર્તી સ્પીવાકનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, ભારત સ્થિત જાદવપૂર યુનિવર્સિટીના પ્રો. સુકાન્તા ચૌધરી પણ તેમાં સામેલ છે.
આ પસંદગીમાં IVF અને લાગૂ થયેલી અન્ય રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી સાથે સંકળાયેલા સામાજિક પરિવર્તન અને પશ્ચિમ સમાજમાં ધર્મની સમકાલીન ભૂમિકા સહિત ઘણી બાબતોને ધ્યાનમાં લેવાઈ હતી.
યુકેની યુનિવર્સિટીઓમાંથી ૫૨ ફેલોની વરણી કરાઈ હતી જ્યારે અન્ય ૨૯ કોરસપોન્ડિંગ ફેલોની વરણી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત, રશિયા, ઈટાલી, ફ્રાન્સ, સિંગાપોર, પોલેન્ડ, ચીન, ટર્કી, જર્મની, કેનેડા,સ્વીડન, આયર્લેન્ડ અને હંગેરીમાંથી કરાઈ હતી.  
બ્રિટિશ એકેડમીના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જુલિયા બ્લેકે નવા તમામ ફેલોને તેમના વિષયોમાં મેળવેલી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter