બ્રુકલીન સબ-વે સ્ટેશનમાં ગોળીબાર

Wednesday 13th April 2022 05:08 EDT
 
 

બ્રુકલીનઃ ન્યૂ યોર્કના બ્રુકલીન સબ-વે સ્ટેશનમાં મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યે થયેલી ફાયરિંગની ઘટનામાં 16 વ્યક્તિને ઇજા થઇ છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. એક અહેવાલ પ્રમાણે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન દરમિયાન ફુટ્યા વગરના બોમ્બ પણ મળી આવ્યા છે.
પ્રાથમિક તપાસના અહેવાલ અનુસાર, ફાયરિંગ કરનાર વ્યક્તિ કન્સ્ટ્રક્શન વર્કરના કેસરી કપડાં અને ગેસમાસ્ક પહેરીને આવ્યો હતો. દરમિયાન પોલીસે આ ઘટનાને આતંકી કૃત્ય ગણાવવાનો ઇન્કાર કરતાં વિશેષ તપાસ હાથ ધરી છે. હુમલાખોરે સ્મોક બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જેના લીધે ભયના માર્યા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ટ્રેન સ્ટેશન પર ઉભી રહેતાં જ લોકોએ સ્ટેશન પર દોટ મૂકી હતી.
‘ન્યૂ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ હુમલાખોર કેટલાંક નાના બોમ્બ લઈને સ્ટેશનમાં ઘુસ્યો હતો. તેના હાથમાં ગન પણ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તાર સીલ કરી દેવાયો છે અને હુમલાખોરની શોધખોળ કરવામાં આવી રહી છે.

ગેસમાસ્ક પહેરીને આવેલી વ્યક્તિએ હુમલો કર્યો
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઓછામાં ઓછો 5 લોકોને લગભગ 5 ફુટ અને 5 ઈંચ ઊંચા અને 180 પાઉન્ડની એક વ્યક્તિએ ગોળી મારી દીધી, જેણે ગેસમાસ્ક પહેરેલું હતું. આ શખસ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો. અહેવાલ અનુસાર, શૂટરે મંગળવાર સવારે લગભગ 8:30 વાગ્યે સનસેટ પાર્કમાં 36મી સ્ટ્રીટ અને ફોર્થ એવન્યૂ સ્ટેશન પર આગ લગાડતા પહેલાં એક ઉપકરણ ફેંક્યું હતું. પીડિતોને કેટલી ગંભીર ઈજા થઈ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.

અનેક લોકો બંદૂકધારીના શિકાર થયા
ફાયરબ્રિગેડ વિભાગનું કહેવું છે કે તેમને સ્ટેશન પર ધુમાડા માટે થયેલા એક કોલનો જવાબ આપ્યો અને ઘણાં લોકો બંદૂકધારીઓના શિકાર બન્યા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં અનેક લોકો જમીન પર લોહીથી લથપથ સ્થિતિમાં જોવા મળ્યા અને સિટીજન એપના ફુટેજમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અધિકારી જોવા મળ્યા. સૂત્રોએ કહ્યું કે કેટલાંક લોકો ઘાયલ થયેલા લોકો જીવ બચાવવા બીજી ટ્રેનમાં કૂદ્યાં.

ટ્રેન સર્વિસ બંધ
આ ઘટના બાદ આ સ્ટેશનથી તમામ ટ્રેન સર્વિસિસ બંધ કરવામાં આવ્યા છે. જે ટ્રેન જ્યાં પણ છે ત્યાં જ અટકાવી દેવામાં આવી છે. ન્યૂ યોર્ક પોલીસની કમાન્ડો ટીમે સ્ટેશનને પોતાના નિયંત્રણમાં લઈ લીધુ હતું. પ્રત્યક્ષ સાક્ષીએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું - અગાઉ અમે બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ ફાયરિંગ થવા લાગ્યું હતું. લોકો જ્યાં-ત્યાં છૂપાવવા માટે ભાગવા લાગ્યા હતા. જોકે અનેક લોકો ફાયરિંગની ઝપટમાં આવી ગયા.

હુમલા કોણે કર્યાં?
એક સાક્ષીએ કહ્યું કે - અમે એક અશ્વેત હુમલાખોરને જોયો હતો. તેની લંબાઈ આશરે 5 ફૂટ 5 ઇંચ રહી હતી. તેઓ ઓરેન્જ કલરનો જમ્પ સૂટ પહેર્યો હતો. તેણે ચહેરા પર ગેસ માસ્ક પણ લગાવ્યા હતા. તેની પીઠ ઉપર એક સિલિન્ડર પણ હતું. અમે જાણતા ન હતા કે તેમાં શું હતું?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter