ન્યૂયોર્કઃ એરિક એડમ્સ ન્યૂયોર્કના મેયર બન્યા તેના ટૂંકા ગાળામાં ભારે ટીકાનો ભોગ બન્યા છે. એડમ્સે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપની તપાસ વચ્ચે સાત વર્ષ અગાઉ રાજીનામું આપનારા ભૂતપૂર્વ પોલીસ વડાને ફરી સત્તામાં લવાયા હતા. જોકે, તેમણે કોઈ ગુનાઈત કાર્ય કર્યું ન હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ડેપ્યૂટી પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરાયેલા તેમના ભાઈ તેમને શ્વેતોની સર્વોપરિતા અને હેટ ક્રાઈમ્સથી સુરક્ષિત રાખશે.
તેમણે ન્યૂયોર્કના પ્રથમ મહિલા પોલીસ કમિશનર તરીકે કીચાંટ સેવેલની નિમણુંક કરીને વિવાદ ઉભો કર્યો છે. સૂચિત ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મના મુદ્દે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની સાથે ઘર્ષણ ઉભું કર્યું છે.
એડમે પબ્લિક સેફ્ટીના ટોચના હોદ્દા માટે ફિલીપ બેંક્સની પસંદગી કરી હતી. ૨૦૧૪માં FBIદ્વારા ભ્રષ્ટાચારની તપાસમાં દોષી ન બનાવાયા હોય તેવા સહ ષડયંત્રકાર તરીકે તેમનું નામ આવતાં તેમણે NYPDના ચીફના હોદ્દેથી રાજીનામું આપ્યું હતું.
તાજેતરમાં બેંકોએ તે કૌભાંડને લગતા પ્રશ્રોનો નિકાલ લાવવાની કામગીરી આરંભી હતી તેમાં તેમના અને તેમની પત્નીના ખાતામાં ૩૦૦,૦૦૦ જોલરની ડિપોઝિટ અંગેનો પ્રશ્ર સામેલ હતો.