વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ટ્રમ્પ આવતા વર્ષે ભારત પ્રવાસે જઇ શકે છે. તેમણે ઓવલ ઓફિસ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત અને ભારત-અમેરિકા વ્યાપાર ચર્ચા અંગે જણાવ્યું હતું કે વાતચીત ખૂબ સારી અને હકારાત્મક રીતે આગળ વધી રહી છે. તેઓ (પીએમ મોદી) મારા મિત્ર છે અને અમારી વચ્ચે વાતચીત થાય છે. તેમની ઇચ્છા છે કે હું ભારતનો પ્રવાસ કરું. અમે તેનો કાર્યક્રમ નક્કી કરીશું અને હું (ભારત પ્રવાસે) જઈશ. વડાપ્રધાન મોદી એક મહાન વ્યક્તિ છે. ભારતનો મારો પાછલો પ્રવાસ ખૂબ સરસ રહ્યો હતો. હું સંભવતઃ આવતા વર્ષે ભારત જઈશ. ભારત-અમેરિકા વચ્ચે વ્યાપારના કેટલાક મુદ્દા પર મતભેદ છે પરંતુ અમારી ટીમ તેના પર કામ કરી રહી છે.


