ભારત ઔર અમેરિકા સબસે અચ્છે દોસ્તઃ મિડ-ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પનું સૂત્ર

Saturday 24th September 2022 05:13 EDT
 
 

વોશિંગ્ટન: પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય મૂળના મતદારો માટે નવું સૂત્ર આપ્યું છેઃ ભારત ઔર અમેરિકા સબસે અચ્છે દોસ્ત.
રિપબ્લિકન પાર્ટીએ ૩૦ સેકન્ડનો એક વીડિયો રીલિઝ કર્યો છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક સૂત્ર આપી રહ્યા છેઃ ભારત ઔર અમેરિકા સબસે અચ્છે દોસ્ત. આ વીડિયોથી ટ્રમ્પે ભારતીય મૂળના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. નવેમ્બરમાં અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણી યોજાવાની છે. એ ચૂંટણીમાં અમેરિકન સંસદમાં રિપબ્લિકન પાર્ટીને બહુમતી અપાવવાનું ટ્રમ્પનું લક્ષ્યાંક છે.
આ ચૂંટણી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે સેમિ-ફાઈનલ જેવી હોય છે. એમાં વિજય મેળવીને ટ્રમ્પની ગણતરી 2024માં ફરીથી પ્રમુખપદની ચૂંટણી લડવાની છે. ભારતીય મતદારોને પોતાની તરફ આકર્ષવા રિપબ્લિકન પાર્ટીએ પ્રયાસો શરૂ કરી દીધા છે. રિપબ્લિકન હિન્દુ કોએલિશન નામની રિપબ્લિકન પાર્ટીના સમુહે ટ્રમ્પનો વીડિયો રીલિઝ કર્યો છે. એ વીડિયોમાં ટ્રમ્પ હિન્દીમાં વાક્યો બોલવાની પ્રેક્ટિસ કરતા હોય એવું જણાઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter