વોશિંગ્ટન: અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે. તેમણે માગણી કરી હતી કે ભારતથી અમેરિકા આવતા માલસામાન પરનો 50 ટકા ટેરિફ રદ કરાય. તેમણે કહ્યું છે કે, આ ટેરિફ ગેરકાયદે છે જે અમેરિકા અને અમેરિકાના નાગરિકોનો મોટાપાયે નુકસાન કરે છે. ભારત પર લાદવામાં આવેલા ટેરિફથી અમેરિકાનાં શ્રમિકોને જ નુકસાન થતું હોવાનું ડેબોરા રોસે કહ્યું છે.


