ભારત બે વર્ષ પછી અમેરિકાના કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી બહાર

Sunday 20th November 2022 07:13 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે બે વર્ષ બાદ ભારતનું નામ કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી હટાવ્યું છે. ભારત છેલ્લા બે વર્ષથી અમેરિકાની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાં હતું. અમેરિકાએ આ સાથે જ ઇટાલી, મેક્સિકો, થાઇલેન્ડ અને વિયેતનામને પણ યાદીમાંથી બહાર કર્યા છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને સોંપેલા પોતાના દ્વિવાર્ષિક અહેવાલમાં ભારતનું નામ યાદીમાંથી હટાવ્યું હોવાનો ઉલ્લેખ કરેલો છે. ઉલ્લેખનીય છે કે કોઈક દેશની ફોરેન એક્સ્ચેન્જ નીતિ શંકાશીલ લાગે તો અમેરિકા તે દેશને પોતાના કરન્સી મોનિટરિંગ લિસ્ટમાં મૂકે છે. અમેરિકી નાણાંપ્રધાન જેનેટ યેલેને તાજેતરમાં નવી દિલ્હીની મુલાકાત લીધી તે પછી ભારતને યાદીમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter