ભારત-રશિયાનો મિસાઈલ સોદાની મુશ્કેલીઓ દૂર કરવા અમેરિકા કટિબદ્ધ

Wednesday 12th December 2018 08:41 EST
 
 

વોશિંગ્ટનઃ કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનનો યુએસનો પાંચ દિવસીય પ્રવાસ ફળદાયી નીવડ્યો છે. અમેરિકન સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે જણાવ્યું હતું કે, ભારતના રશિયા સાથેના એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સોદાની તમામ મુશ્કેલીઓ દૂર કરવા અમેરિકા સક્ષમ છે. ભારત અને રશિયાનો આ સોદો યોગ્ય રીતે પાર પાડવા અમે બધું જ કરી છૂટીશું.
સીતારમને ભારત સરકાર વતી રશિયા સાથે મિસાઈલના સોદામાં છૂટછાટની માગ કરી હતી. આ મુદ્દે મેટિસે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા અનેક વિવાદોને ચર્ચાવિમર્શ કરીને સુલઝાવે છે. અમે ભારત માટે બધું જ કરીશું. વિશ્વાસ કરો. અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેન-સીરિયા જેવા અનેક મુદ્દે તંગદિલી વધી જવા પામી છે. આ દરમિયાન ક્રોધે ભરાયેલા અમેરિકાએ રશિયા પર ગંભીર આરોપો મૂકતા કહ્યું હતું કે, રશિયાએ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવા હેકિંગ પણ કરાવ્યું હતું. આ સ્થિતિમાં ભારતે રશિયા સાથે પાંચ અબજ ડોલરનો એર ડિફેન્સ મિસાઈલ સોદો રદ કર્યો હતો.
ચીન અને પાકિસ્તાન જેવા દેશોને ધ્યાનમાં રાખીને એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ભારત માટે ખૂબ જ મહત્ત્વની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter