ભારત સરકાર ડાયસ્પોરાને ભારતીય સંશોધકો સાથે જોડશે

Wednesday 01st September 2021 06:42 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના સાયન્સ અને ટેક્નોલોજી  સેક્રેટરી પ્રો. આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે સંશોધન ક્ષેત્રે વજ્ર, સ્પાર્ક વગેરે જેવા સરકારી અભિયાનોની મદદથી પારસ્પારિક સહયોગ ભારત અને અમેરિકા સાથે કામ કરી શકશે. ભારતના સાયન્સ અને ટેક્નોલોજી  સેક્રેટરી પ્રો. આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે સંશોધન ક્ષેત્રે વજ્ર, સ્પાર્ક વગેરે જેવા સરકારી અભિયાનોની મદદથી પારસ્પારિક સહયોગ દ્વારા ખાસ કરીને સાઈબર ફિઝિકલ સિસ્ટમ, ક્વોન્ટમ, હાઈડ્રોજન, ઈલેક્ટ્રિક મોબીલીટી જેવી ભાવિ ટેક્નોલોજીમાં સાથે મળીને ભારત અને અમેરિકા સાથે કામ કરી શકશે. આ ક્ષેત્રોમાં કેટલાંક ભારતીય વૈજ્ઞાનિકોએ નોંધપાત્ર કામ કર્યું છે. 

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ ભારતીય સંશોધકો સહિત ભારતીય ડાયસ્પોરા સાથે જોડાવા કૃતસંકલ્પ છે. DSTએ  દ્વિપક્ષીય વૈજ્ઞાનિક સહકારના વિકાસ માટે  નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાથે વાટાઘાટો કરી હતી.   શર્મા સમયાંતરે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેડિસીન અને મેથેમેટિક્સના ક્ષેત્રના મૂળ ભારતીય લોકો સાથે પરામર્શ કરે છે.    
૨૦ ઓગસ્ટે તેમણે તથા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચેરમેન પ્રો. ડી પી સિંઘે અમેરિકન યુનિવર્સિટીઓના ૧૧ પ્રેસિડેન્ટ/ચાન્સેલર સાથે ચર્ચા કરી હતી. તેમાં અમેરિકા ખાતેના ભારતના એમ્બેસેડર તરણજીત સિંઘ સંધુ પણ જોડાયા હતા.    
DSTના ઈન્ટરનેશનલ કો - ઓપરેશન હેડ એસ કે વાર્ષ્નેયે જણાવ્યું હતું કે ભારતીય ડાયસ્પોરાને ભારતીય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે જોડવા માટે  પ્રવાસી ભારતીય એકેડેમિક એન્ડ સાયન્ટિફિક સંપર્ક શરૂ કરાયું છે.  
બેઠકમાં  અમેરીકાથી પ્રો. સતીષ કે ત્રિપાઠી, પ્રો. પ્રદીપ ખોસલા, પ્રો. માઈકલ રાવ, પ્રો. કુંબલે સુબ્બાસ્વામી, પ્રો. આશિષ વૈદ્ય,  પ્રો. રેણુ ખટોર, પ્રો. નીલી બેન્દાપુદી, પ્રો. વેંકટ રેડ્ડી, પ્રો. મૌલી અગ્રવાલ અને પ્રો. મન્ટોશ દાસ જોડાયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter