ભારત ૧.૮ અબજ ડોલરના ૬ સર્વેલન્સ વિમાનો ખરીદશે

Tuesday 28th July 2020 08:44 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે અમેરિકી કંપની બોઈંગ પાસેથી ૬ પોસેડન-૮ આઈ વિમાનો ખરીદવાની સત્તાવાર પત્ર લખીને પ્રક્રિયા શરૂ કરી છે. ભારતીય નૌકાદળ પાસે પહેલેથી આ વિમાનો છે. હવે વધારે જરૂરિયાત ધ્યાનમાં રાખીને ૧.૮ અબજ ડોલરના ખર્ચે વધુ ૬ પોસેડન વિમાનો ખરીદાશે. આ ઉપરાંત ભારત અમેરિકા પાસેથી અતિ ખતરનાક પ્રિડેટર-બી ડ્રોન પર ખરીદવાનું છે. ભારતીય નૌકાદળે બોઈંગ પાસેથી લીધેલા આઠ પી-૮આઈ વિમાનો ૨૦૦૯માં કાર્યરત કર્યાં હતા.
આ ઉપરાંત બીજા ચાર આ વર્ષના અંત સુધીમાં મળનારા છે. હજુ થોડા સમય પહેલા જ અમેરિકી નૌકાદળે બોઈંગને ૧૮ પી-૮ વિમાનો માટે ઓર્ડર આપ્યો હતો. અમેરિકાએ ઈરાનના જનરલ સુલેમાનીને પોતાના આ ડ્રોન વડે જ પેન્ટાગોનમાં બેઠા બેઠા ઉડાવી દીધા હતા. ભારતનું આયોજન કુલ ૩૦ પ્રિડેટર બી ખરીદવાનું છે.
સૈન્યની ત્રણેય પાંખને ૧૦-૧૦ ડ્રોનથી સજ્જ કરવાનું આયોજન છે જોકે હાલના સંજોગોમાં તુરંત મળી જાય એટલા માટે ૬ ડ્રોનની ડિલ આગળ વધી રહી છે. પી-૮આઈ મિસાઈલ-ટોર્પિડો વગેરેથી સજ્જ છે. હિન્દ મહાસાગર ઉપરાંત હવે લદ્દાખમાં પણ સર્વેલન્સમાં ઉપયોગ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter