વોશિંગ્ટન: અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે આ હુમલો આતંકવાદથી દુનિયાની સામે આવનારા સતત ખતરાની યાદ આપાવે છે. ભારતીય મૂળના અમેરિકન કાશ પટેલે રવિવારે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, એફબીઆઈ કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના તમામ પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને ભારત સરકારને પોતાનું સંપૂર્ણ સમર્થન આપવાનું ચાલું રાખશે. અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરીએ છીએ.