વોશિંગ્ટન, નવી દિલ્હીઃ ભારત-અમેરિકા વચ્ચે ચાલતી વેપાર મંત્રણામાં ડેરી સેક્ટર અને એગ્રીકલ્ચરના મુદ્દે વાત અટકી છે. ભારત આ મુદ્દે અમેરિકાને જરા પણ મચક આપવા તૈયાર નથી. આથી હવે અમેરિકાએ આ અંગે નિર્ણય કરવાનો છે.
ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઈને હકારાત્મક વલણ ધરાવે છે. અમેરિકા સાથે યોગ્ય સોદાનો પ્રસ્તાવ મૂકાયો છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રેડ ડીલને અમેરિકા સાથે થયેલી વાતચીતમાં ભારત માટે મહત્ત્વના ક્ષેત્રો જેવા કે ચોખા, ડેરી, ઘઉં અને અન્ય જિનેટિકલી મોડીફાઇડ પાક સંદર્ભમાં કોઈ ફેરફાર કરાયો નથી.
વચગાળાની વેપાર સમજૂતીમાં સ્ટીલ, ઓટો, એલ્યુમિનિયમ પર રિજનલ ટેરિફની સંભાવના નથી. હવે વિવાદ ઉકેલાઈ જાય તો 9 જુલાઈ પહેલાં અમેરિકા અને ભારત વચ્ચે વચગાળાની વેપાર સમજૂતીની જાહેરાત થઈ શકે છે. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર સમજૂતી માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીનીમ પહેલો તબક્કો પૂરો કરવાની સમયમર્યાદા નક્કી કરાઇ છે.