ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમમાંઃ અમેરિકી રિપોર્ટ સામે ભારતનો વિરોધ

Friday 16th December 2022 10:10 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતાને લગતા એક અહેવાલથી હોબાળો મચ્યો છે. અમેરિકાના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની બાબતે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે. અમેરિકા એના પર નજર રાખશે. ભારતે એવા અહેવાલનો વિરોધ કર્યો એ પછી અમેરિકાના સૂર બદલાયા હતા. અને તેણે આ રિપોર્ટને નકારી દીધું હતું.
અમેરિકાના વિદેશ વિભાગ અંતર્ગત એક અહેવાલ તૈયાર થયો છે. એમાં ચીન, પાકિસ્તાન, મ્યાંમાર, ક્યૂબા સહિતના 12 દેશોને ધાર્મિક સ્વતંત્રતા બાબતે જોખમી અને સંવેદનશીલ દેશ ગણાવ્યા હતા. ભારતનો એ લિસ્ટમાં સમાવેશ કરાયો ન હતો, પરંતુ અહેવાલમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના સંદર્ભમાં ગંભીર સ્થિતિ હોવાનું કહેવામાં આવ્યું હતું. ભારતમાં ખૂબ જ ચિંતાજનક અને સંવેદનશીલ સ્થિતિ હોવાનું કહેવાયું એનો ભારતના વિદેશ મંત્રાલયે વિરોધ નોંધાવ્યો હતો.

અમેરિકાના સૂર બદલાયા
ભારતે કહ્યું હતું કે અહેવાલમાં ભારત પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો છે અને ખોટી માહિતી એકઠી કરીને રજૂ થઈ છે. ભારતના બંધારણમાં માનવાધિકાર અને સુરક્ષા તેમજ ધાર્મિક સ્વતંત્રતા બાબતે પૂરતા અધિકારો આપવામાં આવ્યા છે. ભારતમાં બધા જ નાગરિકો સાથે સમાન વર્તન કરવામાં આવે છે. ધાર્મિક કે અન્ય કોઈ બાબતે ભેદભાવ કરાતો નથી.
આ પછી અમેરિકાના સૂર બદલાયા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ત્યાં બધા ધર્મના લોકો એકસાથે રહે છે. જોકે, અહેવાલમાં ભારત પ્રત્યે ધાર્મિક બાબતે ચિંતા દર્શાવાઈ હતી, છતાં અમેરિકા ભારતને ધાર્મિક સ્વતંત્રતા બાબતે પ્રોત્સાહિત કરતું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter