ભારતમાં હ્યુમન રાઇટ્સની ઘણી સમસ્યા છતાં કાશ્મીરની સ્થિતીમાં સુધારોઃ યુએસ

Thursday 08th April 2021 06:57 EDT
 

વોશિંગ્ટન : અમેરિકાની બાઈડેન સરકાર દ્વારા તાજેતરમાં વૈશ્વિક સ્તરે માનવાધિકારની સ્થિતિ અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ મુદ્દે સવાલ કરવામાં આવ્યા છે તો કેટલાક મુદ્દે વિવિધ દેશોના પ્રયાસોની સરાહના કરવામાં આવી છે. વંશવાદનો સામનો કરી રહેલા અમેરિકાએ અન્ય દેશોના માનવાધિકારોની સ્થિતિ રજૂ કરતો ‘૨૦૨૦ કન્ટ્રી રિપોર્ટ્સ ઓન હ્યુમન રાઈટ્સ પ્રેક્ટિસિઝ’ નામનો અહેવાલ રજૂ કર્યો હતો.
અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ભારતમાં હ્યુમન રાઈટ્સ અંગ ઘણી સમસ્યાઓ ચાલી રહી છે છતાં જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. બ્લિંકને જણાવ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ ઘણી સુધરી છે. ભારત સરકાર દ્વારા અહીંયા સામાન્ય સ્થિતિ થાય અને જનજીવન ધબકતું થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે અહીંયા પ્રતિબંધો દૂર થઈ રહ્યા છે. જાન્યુઆરીથી ઈન્ટરનેટ ઉપરનો પ્રતિબંધ પણ દૂર થયો છે. અહીંયા રાજકીય કામગીરીઓ શરૂ થઈ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter