વોશિંગ્ટનઃ ભારતવંશી તબીબ અને નાસાના અંતરીક્ષ યાત્રી અનિલ મેનન જીવનના પ્રથમ અંતરીક્ષ મિશન માટે તૈયાર છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર 8 મહિના અર્થાત 240 દિવસનું રોકાણ કરશે. આ મિશન 14 જુલાઇના રોજ કઝાખસ્તાનના બૈકોનૂર કોસ્મોડ્રોમથી લોન્ચ થશે. અનિલ મેનન અને તેમની સાથેની ટીમ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તેઓ અને તેમની ટીમ એવા પ્રયોગો કરશે કે જે ચંદ્ર અને મંગળ માટે રવાના થનારા માનવ મિશન માટે સહાયક સાબિત થશે. આઈએસએસ મિશન હમેશા એક ટીમના રૂપમાં જ હાથ ધરવામાં આવે છે. અનિલ મેનન આંતરરાષ્ટ્રીય ક્રૂના સભ્ય તરીકે રશિયન અંતરિક્ષ યાત્રી પ્યોત્ર ડુબોવ તેમ જ અન્ના કિકિની સાથે અંતરીક્ષમાં જશે.


