વોશિંગ્ટન: ભારતીય મૂળનાં સાંસદ કમલા હેરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બન્યા છે. આ પછી તેમણે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બ્રિડેન સાથે વિલમિંગ્ટનમાં પ્રથમ સંબોધન કરતા કહ્યું હતું કે અમે ન્યાય માટે લડીશું. કમલા હેરિસે તેમના માતા શ્યામલા ગોપાલનને યાદ કરતા કહ્યું કે મા કહેતી કે મુશ્કેલ સમયમાં હાથ પર હાથ રાખીને બેસી રહીને ફરિયાદ કરવાના બદલે સ્થિતિ સુધારવા માટે કામ કરવું જોઇએ. મારી માતા અને પિતા વિશ્વકક્ષાના શિક્ષણ માટે જુદા-જુદા દેશોમાંથી અમેરિકા આવ્યાં હતાં. માતા ભારતથી અને પિતા જમૈકાથી અહીં પહોંચ્યા. ૧૯૬૦ના દાયકામાં નાગરિક અધિકાર આંદોલન દ્વારા બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં. ન્યાય માટે સંઘર્ષ વધવું અમેરિકાની દરેક પેઢીના વશમાં છે. આપણે સૌએ મળીની સમાન ન્યાય માટે જીવન સમર્પિત કરી દીધું.
વસાહતીઓના હિમાયતી છે કમલા હેરિસ
કમલા હેરિસે સમયાંતરે રંગભેદવિરોધી આંદોલનો સહિત અન્ય મુદ્દે અભિપ્રાય આપ્યો છે. જેમ કે, હેરિસે અમેરિકામાં અશ્લેત જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ પોલીસ વ્યવસ્થામાં સુધારાનું સમર્થન કર્યું હતું. તેમાં ખાસ કરીને આરોપીનું ગળું દબાવીને તેને પકડવાની પદ્વતિનો વિરોધ હતો. આ જ રીતે વસાહતીઓની સમસ્યા અંગે હેરિસનું કહેવું છે કે અમેરિકાને વસાહતીઓએ બનાવ્યું છે. કારણ કે અમેરિકાએ વસાહતીઓએ બનાવ્યું છે. કારણ કંઇ પણ હોઇ શકે. કાં તો તમારા પૂર્વજોને ગુલામ બનાવીને જહાજ દ્વારા અહીં લવાયા કે પછી તેઓ તેમની મરજીથી અહીં આવ્યા. અશ્વેતોની ચિંતા કરતા તેમણે કહ્યું હતું કે અમેરિકામાં અશ્વેતો સાથે માણસ જવું વર્તન નથી કરાતું, જેથી તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપણે આ સ્થિતિએ નજર અંદાજ કેવી રીતે શકીએ?
જો જીતીશ તો હું ભારત સાથેઃ બિડેન
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેને તાજેતરમાં કહ્યું છે કે, જો તેઓ જીતશે તો તેમની સરકાર ભારત સામેના વર્તમાન ભયનો સામનો કરવામાં તેમની સરકાર પડખે ઊભી રહેશે. બિડેને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કહી હતી. બિડેને ભારતના સ્વતંત્રતા દિવસે ભારતીય-અમેરિકી સમુદાયને કહ્યું હતું કે, હું ૧૫ વર્ષ પૂર્વ ભારત સાથે ઐતિહાસિક અસૈન્ય પરમાણુ સમજૂતીને મંજૂરી આપવાના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યો હતો.