ભારતવંશી ડો. સંગીતા પટેલનું $448,000નું મેડિકેર ક્લેઈમ્સ ફ્રોડ

ટેલિહેલ્થ વિઝિટ્સ કર્યા વિના જ બનાવટી ક્લેઈમ્સથી બારોબાર નાણા ઉઘરાવી લેવાનું કૌભાંડ

Tuesday 28th February 2023 12:26 EST
 
 

ટ્રોય, મિશિગનઃ ભારતીય અમેરિકન ડો. સંગીતા પટેલને મેડિકેર સંબંધિત 1 મિલિયન ડોલરથી વધુ રકમના બોગસ ક્લેઈમ્સ નોંધાવવાની યોજના ચલાવવા સંદર્ભ દોષી ઠરાવાયા છે. તેમના વિરુદ્ધ 10 વર્ષની સજાના આપરાધિક ચાર્જીસ લગાવાયા હતા. મેડિકેર દ્વારા આ ક્લેઈમ્સ સામે 448,000 ડોલરથી વધુ રકમ ચૂકવાઈ હતી.હાલ, ડો. સંગીતા 10,000 ડોલરના અનસિક્યોર્ડ બોન્ડ પર મુક્ત છે અને પહેલી માર્ચે તેમણે સુનાવણી અર્થે કોર્ટ સમક્ષ હાજર થવાનું હતું.

FBIની ક્રિમિનલ ફરિયાદ મુજબ ટ્રોયમાં 50 વર્ષીય ડો. સંગીતા પટેલે એડવાન્સ મેડિકલ હોમ ફીઝિશિયન્સ સેન્ટરથી ટેલિહેલ્થ વિઝિટ્સ માટે બનાવટી અને છેતરપિંડીયુક્ત ક્લેઈમ્સ રજૂ કર્યાં હતાં. મિશિગન લાઈવના અહેવાલ અનુસાર ડો. સંગીતાએ એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2023ના આરંભ સુધીના ગાળામાં તેમણે નહિ આપેલી ટેલિહેલ્થ સર્વિસ માટે મેડિકેર સમક્ષ 1 મિલિયન ડોલરથી વધુ રકમના બનાવટી ક્લેઈમ્સ રજૂ કર્યાં હોવાનું કહેવાય છે.

સેલ્યુલર ફોન સર્વિસના કહેવા અનુસાર ડો. સંગીતા ટસ્કોલા કાઉન્ટીમાં તેમના પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિને મેડિકેર લાભાર્થીઓ સાથે ફોન પર વાત કરાવતાં હતાં. આ ફોનકોલ્સ પછી ડો. સંગીતાએ મેડિકેર લાભાર્થીઓની ટેલિહેલ્થ વિઝિટ્સ કરી હોય તેમ ક્લેઈમ્સ રજૂ કરતાં હતાં. ફરિયાદમાં જણાવાયું હતું કે જુલાઈ1, 2021થી 30 જૂન 2022 સુધીના ગાળામાં ડો. સંગીતાના મેડિકેર રીમ્બર્સમેન્ટ્સના 76 ટકા જેટલાં ક્લેઈમ્સ ટેલિહેલ્થ સંબંધિત હતાં જે, તેની અગાઉના બે વર્ષના ગાળાના પેમેન્ટ્સની સરખામણીએ 9 ગણા વધુ હતા.

ડો. સંગીતાએ તેમના ટેલિહેલ્થ ઈન્સ્યુરન્સ ક્લેઈમ્સ સાથે સંકળાયેલા 90 ટકાથી વધુ પેશન્ટ્સને શિડ્યુલ II કન્ટ્રોલ્ડ પદાર્થો પ્રીસ્ક્રાઈબ કર્યાં હતાં. તેમણે 2019થી જુલાઈ 2022 સુધીમાં પ્રીસ્ક્રિપ્શન ડ્રગ્સની 590,000થી વધુ ટેબ્લેટ્સના પ્રીસ્ક્રિપ્શન્સ ઈસ્યુ કર્યાં હતાં જેમાંથી, 70 ટકા શિડ્યુલ II ડ્રગ્સ હતી જેનો દુરુપયોગ થવાનું જોખમ રહેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter