ભારતવંશી રચના સચદેવ માલીમાં અમેરિકી રાજદૂત

Sunday 24th April 2022 07:19 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મૂળ ભારતીય-અમેરિકન રાજદ્વારી રચના સચદેવ કોર્હોનેનને માલીમાં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. વ્હાઈટ હાઉસે 15 એપ્રિલે આ જાણકારી આપી હતી. કોર્હોનેને તેની કારિકીર્દીની શરૂઆત યુએસ ફોરેન સર્વિસ સાથે કરી હતી, હાલમાં તેઓ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ એક્ઝિક્યુટિવ બ્યુરો ફોર ઇસ્ટર્ન અફેર્સ અને સધર્ન તથા સેન્ટ્રલ એશિયાઈ બ્યુરોના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. કોર્હોનેન અગાઉ સાઉદી અરેબિયાના ધરાન ખાતેના યુએસ વાણિજ્ય દૂતાવાસના કોન્સ્યુલેટ જનરલ અને પ્રિન્સિપલ ઓફિસર તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેમણે કોલંબો સ્થિત યુએસ એમ્બેસીના મેનેજમેન્ટ સેલનું નેતૃત્વ
કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter