ભારતવંશી રિઅલ એસ્ટેટ ડેવલપર સામે રૂ. 800 કરોડના કૌભાંડનો આરોપ

Sunday 21st January 2024 11:16 EST
 
 

ન્યૂ યોર્ક: માયામી સ્થિત ભારતવંશી રિઅલ એસ્ટેટ ડેવલપર રિશી કપૂર પર અમેરિકન ફેડરલ સત્તાવાળાઓએ 9.3 કરોડ ડોલર (અંદાજે રૂ. 800 કરોડ)ના ફ્રોડનો આરોપ મૂક્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ (એસસઈસી)ના આરોપ મુજબ રિશી કપૂરના 9.3 કરોડ ડોલરના કૌભાંડના પગલે તેમણે એસેટ ફ્રીઝ કરવાના અને અન્ય તાકીદની રાહતના પગલાં લેવાની ફરજ પડી છે.
એસઈસીએ આ ફ્રોડના સંદર્ભમાં કપૂરની રિયલ્ટી કંપની લોકેશન વેન્ચર્સ, તેની સાથે જોડાયેલી ઉર્બિન અને ફ્રોડ સ્કીમ સાથે સંલગ્ન 20 કંપનીઓ સામે પણ આરોપ દાખલ કર્યા છે. એસઇસીની ફરિયાદમાં જણાવાયું છે કે જાન્યુઆરી 2018થી માર્ચ 2023સુધી કપૂર અને તેની સાથેના રોકાણકારોએ કપૂર, લોકેશન વેન્ચર્સ, ઉર્બિન અને અન્ય રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ્સ અંગે ઘણી ખોટી વિગતો રજૂ કરી હતી
અને કપૂર અંગે કેટલીય વિગતો જણાવી જ ન હતી.
આ ખોટા નિવેદનોમાં કપૂરના વળતર અંગે ખોટી વિગતો, લોકેશન વેન્ચર્સની મૂડીમાં તેમના રોકડ ફાળા અંગે ખોટી વિગતો દર્શાવાઈ હતી. આ ઉપરાંત લોકેશન વેન્ચર્સ અને ઉર્બિનના કોર્પોરેટ ગવર્નન્સ તથા રોકાણકારોના ભંડોળના ઉપયોગ અંગે ખોટી વિગતો દર્શાવવામાં આવી હતી. તેની સાથે કપૂરની પૃષ્ઠભૂમિ પણ ખોટી બતાવી હતી.
એસઇસીની તપાસમાં જાણવા મળ્યું કે કપૂરે ઇન્વેસ્ટર્સ ફંડમાંથી કમસેકમ 43 લાખ ડોલરની ઉચાપત કરી હતી અને આ સિવાય લોકેશન વેન્ચર્સ, ઉર્બિન અને અન્ય કંપનીઓના રૂટનો ઉપયોગ કરી રોકાણકારોના કુલ છ કરોડ ડોલરની ઉચાપત કરી હતી.
ફેડરલ ઓથોરિટીઝની ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કપૂરના કારણે કેટલીક કંપનીઓએ વધુ પડતી ફી ચૂકવી હતી અને ખર્ચ નીચો દર્શાવીને રોકાણકારોને ખોટી રીતે ઊંચું વળતર દર્શાવ્યું હતું.
આ સિવાય એક આરોપ એવો પણ છે કે કપૂર અને અન્ય ઇનસાઈડરોએ ઇન્વેસ્ટર્સ ફંડમાંથી કમસેકમ છ મિલિયન ડોલરની ઉચાપત કરી હતી, જેમાથી 4.3 મિલિયન ડોલર કપૂરે પોતે ઉપાડયા હતા. તેમાથી તેણે 50 લાખ ડોલરની 68.7 ફૂટની યાટ ખરીદી હતી અને લીડ ઉબેર લક્ઝરી સ્પોર્ટ્સકાર ખરીદી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter