ભારતવંશી હરિની લોગાન અમેરિકાની સ્પેલિંગ બી ચેમ્પિયન

Wednesday 08th June 2022 16:55 EDT
 
 

હ્યુસ્ટન: અમેરિકાની વિખ્યાત સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળની વિદ્યાર્થિની હરિની લોગાન વિજેતા બની છે. હરિનીએ 26માંથી 22 સ્પેલિંગના સાચા જવાબો આપીને આ સ્પર્ધા જીતી લીધી હતી. આ પ્રતિષ્ઠિત પ્રતિયોગિતા જીતવા બદલ હરિનીને 50 હજાર ડોલરનું ઈનામ મળ્યું હતું. ફાઈનલ રાઉન્ડમાં બે ભારતીય સ્ટૂડન્ટ્સ વચ્ચે જ સ્પર્ધા હતી.
ટેક્સાસના સાન એન્ટોનિયોમાં રહેતી આઠમા ધોરણની 14 વર્ષની વિદ્યાર્થિની હરિની લોગાને અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા જીતીને ઇતિહાસ રચ્યો છે. માત્ર 90 સેકન્ડમાં હરિનીએ 22 સાચા સ્પેલિંગ જણાવ્યા હતા. ફાઈનલ રાઉન્ડમાં બે ભારતીય મૂળના વિદ્યાર્થીઓ વચ્ચે જ સ્પર્ધા થઈ હતી. તેની સામે 12વર્ષનો વિક્રમ રાજુ ફાઈનલ રાઉન્ડમાં હતો. રાજુએ 90 સેકન્ડમાં 15 સાચા જવાબો આપ્યા હતા. આમ વધુ એક વખત સ્પેલિંગ બીની સ્પર્ધામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો હતો. ફાઈનલમાં પણ ભારતીય મૂળના વિદ્યાર્થીઓ જ હોવાથી ભારતીય વિદ્યાર્થીને જ પ્રાઈઝ મળશે તે નક્કી હતું.
આઠમા ધોરણની વિદ્યાર્થિની હરિનીને આ સ્પર્ધામાં વિજેતા બનવા બદલ 50 હજાર ડોલરનું પ્રાઈઝ મળ્યું હતું. ફાઈનલ રાઉન્ડમાં હરિનીએ 26માંથી 22 સ્પેલિંગ સાચા કહ્યા હતા. ઈનામી રકમ મેરિયમ વેબસ્ટર અને એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકા દ્વારા અપાય છે. બીજા ક્રમે રહેલા રાજુને 25 હજાર ડોલરનું ઈનામ મળ્યું હતું.
હરિની લોગાન વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને હરિની પોતાના આદર્શ માને છે. તે સ્પેલિંગ બાબતે લોકોને પ્રેરિત કરવા માગે છે અને ક્રિએટિવ રાઈટિંગમાં કરિઅર બનાવવા ઈચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter