વર્જિનિયાઃ અમેરિકાની એક સંધીય અદાલતે ભારતીય અનિકખાન પઠાણ (ઉં ૨૯)ને કેટલાક ભારતીયો સાથે મળીને ૨૦૦ લોકો સાથે આશરે ૧ લાખ ૫૦ હજાર ડોલરની છેતરપિંડીના ગુના બદલ એક વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી છે. ષડયંત્ર રચનારાઓએ તેવા લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમણે તાજેતરમાં જ બેંકમાં લોન માટે અરજી કરી હતી. પૂર્વી વર્જિનિયા સ્ટેટના અટર્નીએ કહ્યું હતું કે, અનિક ભારતમાં રહેતા કેટલાક ષડયંત્રકારો સાથે મળીને બેંક લોન માટે ચૂકવણી કરવા અથવા તો બેંક લોન લેવા ઇચ્છતા લોકોની માહિતી મેળવીને તેમની સાથે ફ્રોડ કરતા હતા. આ કૌભાંડીઓ બેંકલોન માટે ભૂતિયા બેંકખાતામાં ડોલર ટ્રાન્સફર કરવા માટે કહેતા. એ પછી આ રકમ મની ગ્રામ અથવા વેસ્ટર્ન યુનિયન જેવી મની ટ્રાન્સફર સર્વિસનો લાભ લઇ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતાં હતાં. આ મામલે અનિક પઠાણ પાસેથી ૬૭ બોગસ બેંક ખાતાં મેળવી લેવાયાં હતાં.