ભારતીય-અમેરિકન ડોકટરને છેતરપિંડીના કેસમાં આઠ વર્ષની કેદ

Thursday 07th April 2022 07:17 EDT
 
 

ન્યૂ યોર્ક: ભારતીય-અમેરિકન આંખના નિષ્ણાતને છેતરપિંડી કેસમાં 96 મહિનાની જેલની સજા ફટકારાઇ છે. એમડી અમિત ગોયલને ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સ દ્વારા મહામારી દરમિયાન લાખો ડોલરની અપકોડેડ પ્રક્રિયાઓ માટે ખોટા બિલિંગ અને નાના ઉદ્યોગોને મદદ કરવાના હેતુથી શરૂ કરાયેલી સરકારી ગેરંટીવાળી બે લોનમાં છેતરપિંડી બદલ સજા કરવામાં આવી છે.
ડિસ્ટ્રિક્ટ જજ કેથી સીબેલે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંપૂર્ણ અનુચિત છે. આ જરૂરિયાત માટે નથી, પણ લાલચ માટે છે. ગોયલે અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જજ સીબેલની સમક્ષ તમામ આરોપો માટે દોષિત ઠર્યા હતા. તેમને જેલની સજા ઉપરાંત 3.6 મિલિયન ડોલરની રિકવરીનો આદેશ અપાયો હતો.
ગોયલે આ જવાબદારી માટે લગભગ 1.79 મિલિયન ડોલરની ચૂકવણી કરી ચૂકયા છે. વિલિયમ્સે કહ્યું કે ગોયલ એક અગ્રણી નેત્ર ચિકિત્સક અને ઓક્યુલોપ્લાસ્ટિક સર્જન છે, જેમણે હવે તેમનું મેડિકલ લાઇસન્સ સરેન્ડર કરી દીધું છે, તેઓ લોભથી આંધળા હતા. સાત વર્ષના સમયગાળામાં તેમણે તેના પર મૂકેલો વિશ્વાસ ગુમાવ્યો અને દર્દીઓ અને વીમા કંપનીઓને ખોટા દાવાઓ પર 3.6 મિલિયન ડોલરની છેતરપિંડી કરી હતી.
ગોયલે સેંકડો દર્દીઓની ફાઇલોમાં નકલી ઓપરેટિવ રિપોર્ટ્સ બનાવ્યા હતા. દર્દીઓના તબીબી રેકોર્ડની અખંડિતતાનું ઉલ્લંઘન તો કર્યું સાથોસાથ અનુગામી ડોકટરો માટે તેમની સંભાળનું મૂલ્યાંકન કરવાનું મુશ્કેલ બનાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter