ભારતીય અમેરિકન મનીષા સિંહની વિદેશ વિભાગમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિમણૂક

Thursday 14th September 2017 03:20 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન વકીલ મનિષા સિંહની વિદેશ વિભાગમાં મહત્ત્વપૂર્ણ વહીવટી હોદ્દા પર નિમણૂક કરી છે. તેમને આર્થિક કૂટનીતિના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યાં છે. હાલમાં મનિષા સિંહ સેનેટર ડેન સુલ્લિવાનના ચીફ કાઉન્સિલ અને સિનિયર પોલીસી એડવાઇઝર છે. તેઓ વિદેશ વિભાગમાં આર્થિક બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ચાર્લ્સ રિવકીનના સ્થાન રહેશે. તાજેતરમાં તેમનું નામ સેનેટને મોકલી દેવામાં આવ્યું હતું. આ જગ્યા જાન્યુઆરીથી ખાલી છે.

જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રમુખ બનતાં ચાર્લ્સ રિવકીને પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. ૪૫ વર્ષીય સિંહે અમેરિકન યુનિવર્સિટીની વોશિંગ્ટન કોલેજ ઓફ લોમાંથી કાયદાની અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે યુનિવર્સિટી ઓફ ફલોરિડાની કોલેજ ઓફ લોમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter