ભારતીય અમેરિકન હોટલ માલિકે બે મોટી હોટેલ ચેઈન્સ સામે કેસ કર્યો

Wednesday 04th August 2021 02:19 EDT
 
 

એટલાન્ટાઃ અમેરિકાના હોસ્પિટાલિટી ઉદ્યોગમાં સફળ હોટલ માલિક વિમલ પટેલે અને અન્ય ઘણાં ભારતીય માલિકોએ દુનિયાની બે સૌથી મોટી હોટેલ ચેઈન્સ પર ફીમાં ભેદભાવ, પેનલ્ટી તથાં ઓવરપ્રાઈસ્ડ પ્રોડક્ટ્સના આરોપ સાથે ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યા છે. પટેલે મે મહિનામાં ન્યૂ ઓર્લિયન્સમાં યુ એસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ કર્યો હતો. બે લો ફર્મ્સ ફ્રેન્ચાઈઝીસના મોટા ગ્રૂપનું પ્રતિનિધિત્વ કરી રહી છે તેવા પાંચ કેસોમાં તેમનો એક છે.  
કોરોના મહામારી દરમિયાન હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીએ બિઝનેસમાં ભારે ઘટાડો અનુભવ્યો હતો તે દરમિયાન કમ્ફર્ટ ઈન બ્રાન્ડ હેઠળની કંપની ચોઈસ હોટેલ ઈન્ટરનેશનલ અને હોલિડે ઈન ફ્રેન્ચાઈઝર ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ દ્વારા આ અત્યાચાર કરાયો હતો. ભારતીય અમેરિકન માલિકો અને ભારતીય હોટેલ માલિકો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન દાખવવાનો આ ગ્રૂપ પર આક્ષેપ કરાયો છે. ભારતીયોએ તેને રંગભેદી સંઘર્ષ તરીકે ગણાવ્યો છે.  
પટેલે જણાવ્યું કે ભારતીયોની માનસિકતા હજુ તેવી જ છે. આપણે અવાજ ઉઠાવતા ડરીએ છીએ. આ મોટી કંપનીઓથી આપણે શા માટે બીવું જોઈએ.  
 IHGના પ્રવક્તા જેકબ હોકિન્સે જણાવ્યું કે કંપની તેના હોટલ ઓનર્સ સાથે વાજબી અને નિષ્પક્ષ રીતે વર્ને છે અને ક્લેઈમ્સમાં પાત્રતા હોવાનું માનતી નથી.  
ચોઈસ દ્વારા જણાવાયું કે તે હંમેશા ફ્રેન્ચાઈઝીસની સફળતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ રહે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter