ભારતીય અમેરિકી અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ તરીકે નોમિનેટ

Friday 13th September 2019 07:10 EDT
 
 

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકી જજ અનુરાગ સિંઘલ (૫૦)ને ફ્લોરિડાના ફેડરલ જજ તરીકે નોમિનેટ કર્યા હતા. વ્હાઇટ હાઉસ દ્વારા ૧૭ જજના નામ સેનેટને મોકલાયા હતા. તેમાં સિંઘલનું નામ સામેલ હતું. સેનેટે આ નામ મંજૂર કર્યા પછી સિંઘલ ફ્લોરિડાની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ તરીકે અનુરાગ સિંઘલની નિમણૂક થઈ છે. તેઓએ જેમ્સ કોહનનું સ્થાન લીધું છે. સિંઘલ ફ્લોરિડામાં જજ તરીકે નોમિનેટ થયેલા પ્રથમ અમેરિકી ભારતીય છે. હાલ તેઓ ફ્લોરિડાની બ્રોવાર્ડ કાઉન્ટીમાં સર્કિટ કોર્ટના જજ છે. તેઓ તે પદ પર ૨૦૧૧માં નિયુક્ત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter