ભારતીય અમેરિકી સેનેટર કમલા હેરિસને પણ પાઈપ બોમ્બનું પેકેટ મળ્યું

Monday 29th October 2018 08:52 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં ડેમોક્રેટિક નેતાઓ અને બિઝનેસમેનને શંકાસ્પદ પેકેટમાં પાઈપ બોમ્બ અને જીવલેણ પાઉડર મળવાનો સિલસિલો ચાલુ છે. ભારતીય અમેરિકન સેનેટર અને બિલિયોનેર ડેમોક્રેટ નેતા ટોમ સ્ટેયરને પણ અજાણ્યા માણસે પાઈપ બોમ્બનું પેકેટ પહોંચાડ્યું હતું. અમેરિકન સુરક્ષા વિભાગ એફબીઆઈએ કહ્યું હતું કે, અત્યાર સુધી પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા, હોલિવૂડ અભિનેતા રોબર્ટ દ નીરોથી લઈને બિલ ગેટ્સ સુધી ૧૪ હસ્તીને આ પ્રકારના શંકાસ્પદ પેકેટ મળી ચૂક્યા છે.

હાલ અમેરિકામાં રિપબ્લિકન સરકાર છે જ્યારે કમલા હેરિસ વિપક્ષ ડેમોક્રેટ્સના ઊભરતા નેતા છે. એવું પણ કહેવાય છે કે, તેમનામાં અમેરિકાના પહેલા મહિલા પ્રમુખ બનવાની ક્ષમતા છે. આગામી ચૂંટણીઓમાં તેઓ ડેમોક્રેટ્સના પ્રમુખપદના ઉમેદવાર પણ હોઈ શકે છે. અમેરિકામાં કેલિફોર્નિયા જેવા મહત્ત્વના સ્ટેટનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય કમલા હેરિસ પહેલા સાંસદ બનવાનું બહુમાન પણ મેળવી ચૂક્યાં છે.

એફબીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર, કોઈ અજાણ્યા માણસે કમલા હેરિસના કેલિફોર્નિયા સ્થિત ઘરે શંકાસ્પદ પેકેટ મોકલ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter