ભારતીય કેનેડિયન કોમેડિયન લીલી સિંગ હોસ્પિટલમાં

Tuesday 15th March 2022 14:08 EDT
 

લોસ એન્જલસઃ ભારતીય કેનેડિયન કોમેડિયન લીલી સિંગને અંડાશયમાં ફોલ્લાંની બીમારી થઈ છે. તેમણે હોસ્પિટલ રૂમથી વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ગઈકાલનો આખો દિવસ ERમાં ગાળ્યો. બન્ને અંડાશયમાં ફોલ્લાં છે.  
સપ્ટેમ્બર 2019થી જૂન 2021 સુધી લીલી સિંઘે NBC ના લેટનાઈટ ટોક શો ‘A Little Late with Lilly Singh.’ ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને હોસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ અમેરિકાના અગ્રણી બ્રોડકાસ્ટ નેટવર્કના લેટ નાઈટ ટોક શોના હોસ્ટ તરીકે કામ કરનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter