ભારતીય ગણિતજ્ઞ નિખિલ શ્રીવાસ્તવને પ્રતિષ્ઠિત પુરસ્કારઃ રૂ. ૭૩ મળશે

Monday 25th January 2021 05:25 EST
 

વોશિંગ્ટનઃ ભારતીય ગણિતશાસ્ત્રી નિખિલ શ્રીવાસ્તવને ૨૦૨૧ના માઇકલ એન્ડ શીલ હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા તાજેતરમાં જાહેર કરાયા છે. નિખિલે બે અન્ય વિજેતાઓ સાથે મળીને કેડિસન-સિંગર પ્રોબ્લમ અને રામાનુજ ગ્રાફ પર લાંબા સમયથી ચાલી રહેલા સવાલોને ઉકલેવામાં સફળતા મેળવી હતી. અમેરિકી નેશનલ એકેડમી ઓફ સાયન્સિઝે કહ્યું કે, વિજેતાઓને એક મેડલ અને એક લાખ ડોલર (આશરે ૭૩ લાખ રૂપિયા) અપાશે. નિખિલ વર્તમાનમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગણિતના એસોસિએટ પ્રોફેસર છે. આ પુરસ્કારની શરૂઆત વર્ષ ૨૦૧૭માં કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter