ભારતીય ફિલ્મમેકર પાયલ કાપડીયાને કાન્સમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ

Wednesday 21st July 2021 02:16 EDT
 
 

કાન્સઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મુંબઈ સ્થિત ફિલ્મમેકર પાયલ કાપડીયાને તેમની ફિલ્મ ' અ નાઈટ ઓફ નોઈંગ નથીંગ' ને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટેનો ગોલ્ડન આઈ એવોર્ડ એનાયત થયો હતો. દુનિયાભરની ૨૮ ડોક્યુમેન્ટરીની યાદીમાં ' અ નાઈટ ઓફ નોઈંગ નથીંગ' વિજેતા બની હતી.  
કાન્સ ઈન્ડિપેન્ડન્ટ મૂવી સિલેક્શન હેન્ડલ Quinzaine Des Realના ટ્વિટર એકાઉન્ટ પર ૧૭ જુલાઈએ આ જાહેરાત કરાઈ હતી.
પાંચ સભ્યોની જ્યૂરીનું નેતૃત્વ અમેરિકન ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર એઝરા એડલમેને સંભાળ્યું હતું. જ્યૂરીના અન્ય સભ્યોમાં ફ્રેન્ચ ફિલ્મમેકર જૂલી બર્ટુસ્સેલી, ફ્રેન્ચ એક્ટર ડેબોરા ફ્રાન્કોઈસ, ફ્રાન્કો - અમેરિકન ફિલ્મ વિવેચક આઈરીસ બ્રે અને ઈન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ એમ્સ્ટર્ડમના આર્ટિસ્ટિક ડિરેક્ટર ઓર્વા ન્યારાબિયાનો સમાવેશ થતો હતો.  
 ' અ નાઈટ ઓફ નોઈંગ નથીંગ' કોલેજ સ્ટુડન્ટની કથા છે. તે જ્યારે દૂર હોય ત્યારે પોતાના પ્રેમીને પત્રો લખતી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter