વોશિંગ્ટનઃ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) લોકોને 19 પ્રકારના રસોઈ કરવાના એલ્યુમિનિયમના વાસણો કે સાધનોના ઉપયોગ સામે ચેતવણી આપી છે. આ પૈકી કેટલાક વાસણોની બનાવટ ભારતમાં થયેલી છે. એફડીએનું કહેવું છે કે તે વાસણોનો ઉપયોગ કરવાથી ખોરાકમાં સીસું ભળવાની સંભાવના રહે છે. સત્તાવાળાઓએ તે વાસણો વપરાશમાં હોય તો તેનો ઉપયોગ બંધ કરવા સૂચના આપી છે. અમેરિકી સત્તાવાળા રસોઈના જે વાસણો પરત્વે શંકા સેવી રહ્યા છે તે પૈકી મોટાભાગના એલ્યુમિનિયમ વાસણો ભારતમાં બનેલા છે. એફડીએ દ્વારા તે વાસણોની ચકાસણી થતાં તે વાસણોનો ઉપયોગ કરતાં ખોરાકમાં સીસું ભળવાની સંભાવના વ્યક્ત કરી છે.


