ભારતીય મહિલા પ્રથમવાર ન્યૂ યોર્કમાં જજ બન્યા

Tuesday 21st April 2015 13:47 EDT
 
 

ઇતિહાસમાં પ્રથમવાર એક ભારતીય મૂળની મહિલા ન્યૂ યોર્કના જજ બન્યા છે. આ પહેલા કોઇ પણ ભારતીય મૂળની મહિલાએ આ હોદ્દો મેળવ્યો નથી. ન્યૂ યોર્કની ક્રિમિનલ કોર્ટમાં જજનું પદ રાજ રાજેશ્વરીને સોંપાયું છે. તેમની ઉંમર ૪૩ વર્ષની છે અને તેઓ ચેન્નઇનાં વતની છે. તેઓ છેલ્લા ૧૬ વર્ષથી રીચમન્ડ કન્ટ્રી ડિસ્ટ્રીક્ટ એટર્નીની ઓફિસના અસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. તેમને જજ પદે ન્યૂ યોર્ક સિટી મેયર બિલ ડે બ્લાસીઓ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા અને 14 એપ્રિલે તેમણે શપથ પણ ગ્રહણ કરી લીધા છે. મીડિયા સાથેની વાતચીતમાં રાજ રાજેશ્વરીએ ખુશી વ્યક્ત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, મારા માટે તો આ એક સપનું છે, મારી કલ્પના બહારની વાત છે. ખાસ કરીને હું એક ભારતીય હોવાથી મને ગર્વનો અહેસાસ થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સાઉથ એશિયન કે જેઓ ન્યૂ યોર્કમાં રહે છે તેમના જીવનધોરણને પણ સુધારવા માટે પ્રયાસો હું કરીશ. અહીં ઘરેલુ હિંસાના જે બનાવો બને છે તેમાં મોટાભાગના કેસો દક્ષિણ એશિયા અને શ્રીલંકાના હોય છે. રાજ રાજેશ્વરી એ પદ્મ રામનાથન અને ક્રિષ્ના રામનાથનના પુત્રી છે. તેઓ લગભગ ૧૬ વર્ષની વયે જ ન્યૂ યોર્કમાં સ્થાયી થવા આવ્યા હતા અને અહીં જ કાયદાનો અભ્યાસ કરી વકીલ તરીકે અનેક ક્રિમિનલ કેસો લડ્યા અને લોકોને ન્યાય પણ અપાવ્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter