ન્યૂ યોર્કઃ તેલંગાણાની 24 વર્ષીય સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ સહજા રેડ્ડી ઉદુમાલાનું ન્યૂ યોર્કના અલ્બેનીમાં બનેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. પરિવારે જણાવ્યું હતું કે ચોથી ડિસેમ્બરે સવારે સહજા રૂમમાં સૂતી હતી ત્યારે બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી સાથે જ બે અન્ય વ્યક્તિ પણ ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ સહજાને હોસ્પિટલે ખસેડાઇ હતી. જ્યાં 15 કલાકની સારવાર બાદ મોત થયું હતું.


