ભારતીય સ્ટુડન્ટ્સ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરતું વ્હાઇટ હાઉસ

Friday 23rd February 2024 07:30 EST
 

વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ્સ પર થઈ રહેલા હુમલા અંગે વ્હાઈટ હાઉસે પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વ્હાઇટ હાઉસના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકામાં વંશ, જાતિ, ધર્મ કે અન્ય કોઈ પણ કારણસર થતી હિંસા અમને અસ્વીકાર્ય છે. આવા હુમલા વિરુદ્ધ પ્રેસિડેન્ટ જો બાઈડેન અને સમગ્ર વહીવટી તંત્ર સતર્ક છે. અમે અમેરિકાની ધરતી પર હુમલા રોકવા સતત કામ કરી રહ્યા છીએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગત બીજી ફેબ્રુઆરીએ 15મી સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં મોડી રાત્રે ભારતીય સ્ટુડન્ટ વિવેક તનેજા (41) ફૂટપાથ પર ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. તપાસમાં જાણવા મળ્યા મુજબ વિવેકને એક શખસ સાથે બોલાચાલી થઈ હતી, જે દરમિયાન તે શખસે વિવેકને જમીન પર પાડી દીધો હતો અને તેનું માથું ફૂટપાથ સાથે અથડાયું હતું. ઇજાગ્રસ્ત વિવેકનું સાતમી ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે અજાણ્યા હુમલાખોર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ પૂર્વે છઠ્ઠીએ શિકાગોમાં પણ મૂળ હૈદરાબાદના સ્ટુડન્ટ સૈયદ અલી પર હુમલો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter