ભારતીય હિર્ષ સિંઘ અમેરિકાની ૨૦૨૦ ચૂંટણીમાં ઝંપલાવશે

Wednesday 01st May 2019 06:11 EDT
 

ન્યૂ યોર્કઃ એક ભારતીય અમેરિકી ઇજનેર હિર્ષ સિંઘ આગામી વર્ષે ૨૦૨૦માં અમેરિકામાં થનારી સામાન્ય ચૂંટણીમાં ન્યૂ જર્સીના ડેમોક્રટિક સેનેટર સામે બાથ ભીડશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદાર તરીકે જાણીતા હિર્ષ સિંઘ રિપબ્લિક પાર્ટીના વર્તમાન સેનેટર કોરિ બૂકર સામે પક્ષની ટિકિટની માગણી કરશે એમ ન્યૂ જર્સી ન્યૂઝ વેબસાઇટમાં જણાવાયું છે. બૂકરે પોતે આગામી ચૂંટણીમાં ફરીથી ઝંપલાવવાના છે કે કેમ તે જાહેર કર્યું નથી. જોકે નવો કાયદો એમને રાષ્ટ્રપતિપદ અને સેનેટરપદ માટે ફેર ઉમેદવારીની છૂટ આપે છે. એટલાન્ટિક કાઉન્ટિના ઇજનેર એવા સિંઘ, એરોસ્પેસ એન્ડ ડીફેન્સ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરે છે. હિર્ષે ૨૪મી એપ્રિલે ફેડરલ ઇલેક્શન કમિશન સમક્ષ એમની કેમ્પેઇન કમિટી ફાઇલ કરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter