ભારતીયો સામેના હેટ ક્રાઇમની તપાસ માટે અમેરિકાના 12 રાજ્યોમાં પંચની રચના

Tuesday 16th January 2024 11:05 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીયોનો દબદબો સતત વધી રહ્યો છે. અમેરિકાના 12 રાજ્યોમાં ભારતવંશી લોકો માટે ખાસ પંચની રચના કરવામાં આવી છે. જેમાં ભારતીયોની સામે હેટ ક્રાઈમના મામલાની ખાસ રીતે સુનાવણી કરાશે.
આ કામગીરી માટે આશરે 20 કરોડ રૂપિયાની રકમ પંચને આપવામાં આવી છે. ન્યૂ યોર્ક સહિત, કેલિફોર્નિયા, મેરીલેન્ડ અને મિશિગન જેવા રાજ્યોમાં બનાવવામાં આવેલા વિશેષ પંચને ખાસ ઉચ્ચ અધિકારો આપવામાં આવ્યા છે. આ પંચને ન્યાયિક અધિકારો પણ આપવામાં આવ્યા છે.
આ પંચ ભારતીયોની સુરક્ષાની સાથે સાથે સાંસ્કૃતિક હિતોને પણ ધ્યાનમાં લેશે. સ્કૂલોમાં ભારતીય પ્રવાસીઓના ઇતિહાસના કોર્સને પંચ તપાસી શકશે. અમેરિકામાં હિન્દી, બાંગ્લા, ગુજરાતી, તમિલના પાઠ્યક્રમને સ્કૂલમાં ભણાવવાને લઇને પણ પંચ ખાતરી કરશે. ભારતીય માટો ખાસ પંચ બનાવવામાં આવી રહ્યા છે.
આ પંચ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકામાં રહેતા કોઈ પણ અન્ય પ્રવાસી સમુદાય માટે એવા પંચની રચના કરવામાગં આવી નથી. અમેરિકામાં રહેતા ચાઇનીઝ મૂળ અને અન્ય યુરોપિયન દેશો જેમ કે જર્મની અને ફ્રાન્સના લોકો આવા પંચની રચના કરવા માટે લાંબા સમયથી માગણી કરી રહ્યા છે. કોરોના કાળ બાદ ભારતીયોની સામે હેટ ક્રાઈમના મામલામાં અનેક ગણો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter