ભારતીયોને ઝડપી બિઝનેસ વિઝા માટે પગલાં લેવાઇ રહ્યાં છેઃ અમેરિકા

Sunday 29th January 2023 14:54 EST
 
 

નવી દિલ્હીઃ અમેરિકાએ કહ્યું કે ભારતમાં બિઝનેસ વિઝા જારી કરવાની પ્રક્રિયામાં તેજી આવી છે અને તેની ઝડપ હજુ વધારવા માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં છે. વૈશ્વિક બજારો માટેના યુએસ સહાયક વાણિજ્ય સચિવ અરુણ વેંકટરમણે કહ્યું કે 2022માં પ્રી- પેન્ડેમિક એટલે કે 2019 કરતાં વધુ H1B અને L વિઝા જારી કરાયા છે. અમે અમારા સ્ટાફને વધારી રહ્યા છીએ. સીધી ભરતીની સંખ્યા બમણી કરાઈ રહી છે અને દૂતાવાસમાં જ વિઝા આપવાની સુવિધા પણ આપી રહ્યા છીએ. સાથે સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસની ઝડપમાં પણ અગાઉની તુલનામાં મોટો વધારો થયો છે.
નોંધનીય છે કે ભારતીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે તાજેતરમાં વોશિંગ્ટનમાં ભારત-યુએસ બિઝનેસ પોલિસી ફોરમની બેઠકમાં ભારતીયો માટે બિઝનેસ વિઝા મળવામાં થતાં વિલંબ અંગે વાંધો ઉઠાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter