વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવી જ પડશે, અને જો આમ નહીં કરે તો તે વધુ ટેરિફ લાદી શકે છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જાણે છે કે હું રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને લઈને તેમનાથી ખુશ નથી અને તેથી આગામી દિવસોમાં વોશિંગ્ટન ભારત પર ટેરિફ વધારી શકે છે. ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસી તરફ જતા એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત મને ખુશ કરવા માંગે છે, નરેન્દ્ર મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ રશિયા સાથે આ જ રીતે ટ્રેડ કરતાં રહ્યા તો અમે તેમના પર નજીકના ભવિષ્યમાં ઝડપથી ટેરિફ વધારીશું તે નિશ્ચિત છે. તેમના માટે આ અત્યંત ખરાબ બાબત હશે, એમ ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રમ્પનું આ નિવેદન મોદી અને તેમના વચ્ચે થોડા સમય પહેલાં થયેલી ટેલિફોનિક વાતચીતના કેટલાક અઠવાડિયા પછી આવ્યું છે.
ગ્રેહામે જણાવ્યું હતું કે ટેરિફ બિલમાં તો રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ નાખવાની વાત છે. ગ્રેહામે જણાવ્યું હતું કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ જ ભારતે પર અમેરિકાએ વધુ 25 ટકા ટેરિફ નાખ્યો છે. ગ્રેહામે જણાવ્યું હતું કે મહિના પહેલાં હું ભારતીય રાજદૂતને ત્યાં હતો અને તેઓ મને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે અમે રશિયા પાસેથી ઓઇલની ખરીદીમાં ઘટાડો કર્યો, તમારા પ્રેસિડેન્ટને કહો ટેરિફ દૂર કરે.


