મનુ અને રિકા શાહનું ચેપમેન યુનિ.ની બિઝનેસ સ્કૂલને ઉદાર દાન

Tuesday 19th December 2023 08:33 EST
 
 

ઓરેન્જ, કેલિફોર્નિયાઃ બિઝનેસ અગ્રણીઓ મનુભાઈ અને રિકા શાહના ધ શાહ હેપિનેસ ફાઉન્ડેશને ચેપમેન યુનિવર્સિટીની જ્યોર્જ એલ.આર્ગ્યોસ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સમાં ધ શાહ ફેમિલી એન્ડાઉડ ચેર ઈન ઈનોવેટિવનેસ વિભાગ સ્થાપવા માટે ઉદાર દાન કર્યું છે. આ સખાવતી પહેલ ઉચ્ચ ટેકનોલોજી વિચાર અને લો-ટેક ઈન્ડસ્ટ્રીઝના ક્રોસરોડ પર ઈનોવેશન, શિક્ષણ અને સંશોધનને ઉત્તેજન આપવા માટે કરાઈ છે. એન્ડાઉડ ચેર ઉપરાંત, શાહ દંપતીએ તેમના નામથી બેકમેન હોલ ખાતે એક ખંડને ‘શાહ હેપીનેસ રૂમ ફોર ઈનોવેટિવનેસ’ નામ અપાવ્યું છે.

શાહ પરિવારના દાનથી સ્થપાનારો વિભાગ સંપૂર્ણ સેમેસ્ટરને સમર્પિત ‘ક્રિએટિવિટી એન્ડ ઈનોવેશન- કોર્પોરેટ એન્ટ્રેપ્રીન્યોરશિપ’ કોર્સ મારફત નવતર વિચારોના ઉદ્ભવમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ્ર સખાવતમાં ચેપમેનના વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ આપવા સાથે શિક્ષણ અને ઈન્ડસ્ટ્રીનો સેતુ બની રહેવાનો પણ સમાવેશ થાય છે. ધ શાહ ફેમિલી એન્ડાઉડ ચેર લો-ટેક લો-ટેક ઈન્ડસ્ટ્રીઝમાં હાઈ-ટેક વિચારોને સફળતાપૂર્વક સ્થાપિત કરનારા સ્થાનિક અને રાષ્ટ્રીય અગ્રણીઓને સાંકળી ઈવે્ન્ટ્સ યોજવામાં આવશે જેનાથી વિદ્યાર્થીને નવું શીખવા મળશે. આ ઈનિશિયેટિવ થકી ધ શાહ ફેમિલી એવોર્ડ્સ ફોર ઈનોવેટિવનેસનું આયોજન કરી આ ક્ષેત્રના અગ્રણીઓનું બહુમાન કરાશે.

મનુભાઈ અને રિકા શાહ દ્વારા 1975માં સ્થાપિત એમ એસ ઈન્ટરનેશનલ ઈન્ક. (MSI) કંપની નોર્થ અમેરિકન ફ્લોરિંગ, વોલ ટાઈલ્સ અને હાર્ડસ્કેપિંગ પ્રોડક્ટ્સની અગ્રણી સપ્લાયર છે તેમજ યુએસ અને કેનેડામાં 45થી વધુ શો રૂમ્સ અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ ધરાવે છે. આ સખાવત શાહ પરિવારની ઈનોવેશન, શિક્ષણ અને સામાજિક અસર પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter