ઓસ્ટિનઃ દુનિયાના સૌથી ધનકૂબેર ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને અધધધ કહી શકાય તેટલું 1 લાખ કરોડ ડોલર (1 ટ્રિલિયન ડોલર)નું સેલેરી પેકેજ મળી શકે છે. દુનિયાની કોઈ કંપનીના સીઈઓને અત્યાર સુધીમાં આટલું સેલેરી પેકેજ મળ્યું નથી. ટેક્સાસના ઓસ્ટિનમાં ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની વાર્ષિક સામાન્ય બેઠકમાં ૭૫ ટકા શેરધારકોએ ઈલોન મસ્કને 1 લાખ કરોડ ડોલરનું પેકેજ આપવાની દરખાસ્તને બહુમતીથી મંજૂરી આપી છે. જોકે, આ પેકેજ મસ્કને તાત્કાલિક મળવાનું નથી. મસ્ક કેટલીક શરતો પૂરી કરશે ત્યારે 10 વર્ષમાં તેને મળનારા શેર અને સ્ટોક સાથેનું પગાર પેકેજ 1 ટ્રિલિયન ડોલરનું થશે.
ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઈઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક મસ્કનું સેલેરી પેકેજ સિંગાપોર, યુએઈ, હોંગકોંગ, કતાર, યુરોપના અનેક વિકસિત દેશો સહિત 170 દેશોના જીડીપી કરતાં વધુ થઈ જાય છે. મસ્ક માટે ટેસ્લાના અંદાજે 70 ટકા શેરધારકોએ બોનસ સાથે જે પગાર પેકેજને મંજૂરી આપી છે, પરંતુ મસ્ક આગામી 10 વર્ષમાં કેટલાક સિમાચિહ્નો સરક કરશે ત્યારે તેને 12 હપ્તામાં ટેસ્લાના શેર અને સ્ટોક સ્વરૂપે વાર્ષિક 1 ટ્રિલિયન ડોલરનું પેકેજ મળી શકે છે.


