મહત્ત્વના દસ્તાવેજો સાચવવા પિતા - પુત્રીએ ડીજીટલ પ્લેટફોર્મ વિક્સાવ્યું

Wednesday 14th July 2021 03:29 EDT
 
 

ટેક્સાસઃ ટેક્સાસમાં રહેતા ભારતીય પિતા - પુત્રીએ બેનિફિસિયરીઝના મહત્ત્વના દસ્તાવેજો સાચવવા માટે ઓલ – ઈન – વન લેગસી ડીજીટલ પ્લેટફોર્મ Clocr   વિક્સાવ્યું છે. આ લોકર પ્રિયજનના મૃત્યુ પછી તમામ પેપરવર્ક કરવામાં મદદરૂપ થાય છે.  
અપૂર્વ ચિંતાલા અન તેમના પિતા શ્રી ચિંતાલાએ Clocrની રચના કરી છે. તેનો વિચાર અપૂર્વાના દાદાના મૃત્યુને પગલે આવ્યો હતો. તેમના પરિવાર પાસે તમામ પેપર્સ હતાં પરંતુ, તેમની અંતિમ ઈચ્છા વિશે કોઈ માહિતી ન હતી.    
પિતા - પુત્રીએ ક્લાઉડ લોકર Clocrની રચના કરી જે ઓલ – ઈન – વન પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમાં યુઝર્સ ઓનલાઈન એકાઉન્ટ્સ સંગ્રહી અને શેર કરી શકે છે. મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ સ્ટોર અને શેર કરી શકે છે અને પરિવારજનોને મેસેજ મોકલી શકે છે.
આ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૧,૧૦૦ લોકો જોડાયા છે. અપૂર્વાએ જણાવ્યું કે ટૂંક સમયમાં તેઓ ડીજીટલ લેગસી આપવાના મહત્ત્વ વિશે ગ્રાહકો અને પ્રોફેશનલ્સને માહિતગાર કરશે.
અપૂર્વાએ જણાવ્યું કે તેનો વિચાર ૨૦૧૫માં દાદાના મૃત્યુ પછી આવ્યો હતો. મૃત્યુ પછીનું પેપરવર્ક કરવા માટે તેના પિતાને ભારત જવું પડ્યું હતું. દાદાની અંતિમ ઈચ્છા શું હતી તેની કલ્પના કરવી પડી હતી. અમને થયું કે આ સર્વસામાન્ય પરિસ્થિતિ છે અને વારસાઈ તથા અંતિમ ઈચ્છાઓની સાચવણી અને સુરક્ષામાં લોકોને મદદરૂપ થવા ૨૦૧૮માં તેની સત્તાવાર શરૂઆત કરી.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter