મહિલા ઉદ્યોગ સાહસિકોને સહાય માટે USAID, DFCની કોટક બેંક સાથે સમજૂતી

Tuesday 24th August 2021 14:29 EDT
 

મુંબઈઃ ભારતમાં મહિલાઓ તથા લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ સાહસો (MSMEs) ઉદ્યોગ સાહસિકોને સહાય કરવા માટે અમેરિકાના ૫૦ મિલિયન ડોલરના લોન પોર્ટફોલિયો ગેરન્ટી કોટક મહિન્દ્રા બેંક લિ. સંયુક્ત રીતે સ્પોન્સર કરવાની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ  (USAID) અને યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (DFC)એ ૨૦ ઓગસ્ટે જાહેરાત કરી હતી. કોવિડ મહામારીના સંદર્ભમાં આ પાર્ટનરશીપ કોવિડ -૧૯ને લીધે જે MSMEs તેમનો બિઝનેસ ફરી શરૂ કરવા અને વધારવા માટે લોન મેળવી શકતા નથી તેમને મદદ કરાશે.  
આ પ્રોગ્રામ હેઠળ કોટક બેંક MSME અને માઈક્રોફાઈનાન્સ (MFI) ને લોન પૂરી પાડશે. તેનાથી જેમને તાકીદે ધિરાણની જરૂર છે તેમને મદદ મળશે. તેઓ બિઝનેસ વધારીને આર્થિક વિકાસ સાધી શકશે. આ યોજના મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે કારણ કે તેમાં લગભગ ૫૦ ટકા લોન મહિલાઓના નેતૃત્વ હેઠળના અથવા મહિલાઓ સંચાલિત MSMEs માટે અથવા જે MSMEsમાં નિર્ધારિત ટકા મહિલાઓને રોજગારી અપાતી હોય અથવા તે MSMEs મહિલાઓને લાભકારક સામાન અથવા સર્વિસ પૂરી પાડતા હોય તેમના માટે અલગ રાખવામાં આવી છે. તેનાથી ૩૦,૦૦૦થી વધુ મહિલા બોરોઅર્સ અને ૭,૫૦૦ MSMEકંપનીઓને લાભ થવાનો અંદાજ છે. ચેન્નાઈ સ્થિત NBFC, વિવૃતિ કેપિટલના સપોર્ટથી આ યોજના ચાલશે.
કોટક મહિન્દ્રા બેંકના ગ્રૂપ પ્રેસિડેન્ટ – કોમર્શિયલ બેંકિંગ ડી કન્નને જણાવ્યું હતું કે આ યોજના દ્વારા ધિરાણ અપાશે અને મહિલા ઉદ્યોગ સાહસિકો તથા MSMEsને તેમનો બિઝનેસ વધારવા માટે જ નહીં, રોજગારી ઉભી કરવામાં મદદરૂપ થશે.    
USAID - ઈન્ડિયા મિશન ડિરેક્ટર વીણા રેડ્ડીએ જણાવ્યું કે USAID આ નવી પહેલને સપોર્ટ કરતાં ખૂબ આનંદ થાય છે. તેા દ્વારા મહિલાઓની માલિકીના બિઝનેસ અને સાહસોને અત્યંત જરૂરી એવી આર્થિક મદદ મળશે.    
ઓફિસ ઓફ એક્સટર્નલ અફેર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને DFCના ગ્લોબલ જેન્ડર ઈક્વાલિટી ઈનિશિએટિવ્સના હેડ એલ્જેન સાજેરીએ જણાવ્યું કે આ પ્રોગ્રામને સપોર્ટ કરતાં DFC ગર્વની લાગણી અનુભવે છે. ભારતમાં સમાવેશી વિકાસ માટે મહિલાઓની માલિકીના  MSMEsને
સશક્ત બનાવવાનું મહત્ત્વનું છે.
વિવૃતિ કેપિટલની સબસિડિયરી ક્રેડએવન્યુના ચીફ કેપિટલ માર્કેટ્સ ઓફિસર અનિતા ફેરેઈરાએ જણાવ્યું કે મહિલા સાહસિકોના સશક્તિકરણ માટેની આ પહેલને સપોર્ટ કરતા તેમને ગર્વની લાગણી થાય છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter