માસ્ટરકાર્ડને ભારતમાં નવા કાર્ડ ઈસ્યૂ કરવા પર મનાઈ

Wednesday 22nd September 2021 07:12 EDT
 

ન્યૂયોર્કઃ અમેરિકાના વરિષ્ઠ વેપાર અધિકારીએ માસ્ટર કાર્ડને નવા કાર્ડ ઈસ્યૂ કરવા પર પ્રતિબંધ મૂકવાના ભારતના જુલાઈ ૨૦૨૧ના નિર્ણયની ખાનગીમાં ટીકા કરી હતી. રોઈટર્સે જોયેલા યુએસ સરકારના ઈમેલ મુજબ તેમણે આ નિર્ણયને નિષ્ઠુર પગલું ગણાવ્યું હતું અને જણાવ્યું કે તેનાથી ભયનો માહોલ ઉભો થયો હતો.  
ભારતની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા એપ્રિલમાં અમેરિકન એક્સપ્રેસ અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ પર પણ નવા કાર્ડ ઈસ્યૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને જુલાઈમાં માસ્ટર કાર્ડ સામે આ પગલું લીધું છે.  
રિઝર્વ બેંકે આ કંપનીઓ પર લોકલ ડેટા સ્ટોરેજ કાયદાઓનો ભંગ કરતી હોવાનોઆક્ષેપ મૂક્યો હતો. વર્તમાન ગ્રાહકો પર આ પ્રતિબંધની કોઈ અસર થશે નહીં.  
ભારતમાં વિસાની સાથે ટોચના પેમેન્ટ નેટવર્ક માસ્ટરકાર્ડ પરના પ્રતિબંધથી વોશિંગ્ટન અને ભારતમાંના અમેરિકી અધિકારીઓ વચ્ચે સંખ્યાબંધ ઈમેલ થયા હતા. તેમણે રિઝર્વ બેંકનો સંપર્ક સાધવા સહિત માસ્ટરકાર્ડ સાથે આગામી પગલાં વિશે ચર્ચા કરી હોવાનું સરકારી ઈમેલલમાં જણાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter