મિડ ટર્મ ઇલેક્શનઃ સર્વેમાં ડેમોક્રેટ્સ આગળ, ટ્રમ્પની રિપબ્લિકન પાછળ

Tuesday 03rd November 2026 08:52 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકન રાજકારણ અત્યારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને રોમાંચક વળાંક પર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પડકારજનક મધ્યસત્ર ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે જારી થયેલા ઓપિનિયન પોલના તારણ દર્શાવે છે કે વ્હાઈટ હાઉસ અને રિપબ્લિકન પાર્ટી માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષાથી કમ નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓના કારણે આર્થિક સંકટમાં ફ્સાયેલા અમેરિકામાં હાલ ડેમોક્રેટ્સની લહેર દેખાઈ રહી છે. અર્લી વોટિંગમાં શનિવાર સુધીમાં લગભગ 4.30 કરોડ લોકોએ મતદાન કર્યુ છે. સર્વેક્ષણ મુજબ, અત્યાર સુધી ડેમોક્રેટિક ઉમેદવારોને 53 ટકા સુધી સમર્થન મળી રહ્યું છે. જ્યારે રિપબ્લિકન ઉમેદવારો 44 ટકા આસપાસ ચાલી રહ્યા છે. બીજી તરફ, પોતાની પાર્ટીને પાછળ પડતી જોઈને ટ્રમ્પે પોતાની ઘણી રેલીઓ રદ્દ કરી દીધી છે.
મોંઘવારી તેમજ અર્થવ્યવસ્થાનો માર
મતદારો વચ્ચે આ વખતે સૌથી મોટો મુદ્દો વધતી મોંઘવારી અને જીવનનિર્વાહનો ખર્ચ છે. તાજેતરના સૈન્ય અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોના કારણે ઈંધણના ભાવમાં આવેલા ઉછાળાએ સામાન્ય જનતાની નારાજગી વધુ વધારી દીધી છે. અર્થવ્યવસ્થાના મોરચે પણ ડેમોક્રેટ્સ આગળ વધતા દેખાઈ રહ્યા છે. આર્થિક નીતિઓ પર ડેમોક્રેટિક વલણને પ્રાધાન્ય આપતા જોવા મળી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter