મિડટર્મ ચૂંટણીઃ ટ્રમ્પ પર મંડરાતો હારનો ખતરો

Friday 09th October 2026 12:38 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમની જ રિપબ્લિકન પાર્ટીમાં પહેલીવાર બળવાનો માહોલ જોવા મળી રહ્યો છે. આનું સૌથી મોટું કારણ ટ્રમ્પની ઘટી રહેલી લોકપ્રિયતા છે. તેની સાથે ડર પણ છે કે મિડટર્મ ચૂંટણીમાં તેમનો સાથ ઉમેદવારોને ફાયદો કરાવવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં ઘણી બેઠકો પર રિપબ્લિકન ઉમેદવારો ટ્રમ્પથી અંતર જાળવી રહ્યા છે. અભિયાનમાંથી ટ્રમ્પ અને તેમના ‘અમેરિકા ફર્સ્ટ એજેન્ડા’નો ઉલ્લેખ હટાવી દેવાયો છે, જ્યારે કેટલાક ઉમેદવારો ટ્રમ્પ સાથે ચૂંટણી મંચ શેર કરવાનું ટાળી રહ્યા છે. ટ્રમ્પની નીતિઓ સામે પાર્ટીની અંદર પણ અવાજ ઉઠ્યો છે. આયોવા, મિશિગનના ગવર્નર્સે ઇરાન યુદ્ધ સમાપ્ત કરવાની માગ કરી છે. ચૂંટણી સર્વેના આંકડાઓ મુજબ, 30 ટકા અમેરિકનો જ રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે. અર્થવ્યવસ્થા સંભાળવા પર તેમની અપ્રુવલ રેટિંગ 26 ટકા અને જીવનનિર્વાહના ખર્ચ પર માત્ર 17 ટકા છે. 65 ટકા અમેરિકનો ઊંચી કિંમતો માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિને જવાબદાર માને છે.ો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter