મિનેસોટામાં બે ડેમોક્રેટ સાંસદોને ઘરમાં ઘૂસી ગોળી મરાઇઃ એકનું મોત

Saturday 21st June 2025 11:24 EDT
 
 

વોશિંગ્ટનઃ મિનેસોટા સ્ટેટમાં શનિવારે અજ્ઞાત હુમલાખોરે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ભૂતપૂર્વ સ્પીકર અને ડેમોક્રેટિક પક્ષના સભ્ય મેલિસા હોર્ટમેન અને તેમના પતિની ઘરમાં ઘૂસી ગોળી મારીને હત્યા કરી હતી. વહેલી સવારે થયેલા એક અન્ય હુમલામાં એક સેનેટર અને તેમના પત્ની પણ ઘાયલ થયાં હતાં. મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે તેને રાજકારણ પ્રેરિત હુમલો ગણાવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી મળેલી એક કારમાં અન્ય કેટલાંક સાંસદો અને અધિકારીઓના નામ લખેલી ચીઠ્ઠી મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
ચેમ્પલિનના મેયર રાયન સબાસે જણાવ્યું હતું કે રાજ્યના સેનેટર જોન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ મેલિસા હોર્ટમેનને ગોળી વાગી છે. હોફમેનની પત્નીને પણ ગોળી વાગી છે. તપાસકર્તાઓ માને છે કે શંકાસ્પદ હુમલાખોર પોલીસ અધિકારીના સ્વાંગમાં હતાં અને ઘરમાં ઘુસી ગયા હતાં. તપાસકર્તાઓ હજુ હુમલા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તપાસ પ્રારંભિક તબક્કામાં છે. ગવર્નર ટિમ વોલ્ઝે જણાવ્યું હતું કે આ હુમલો ટાર્ગેટેડ હતો.
હુમલાખોરની ભાળ આપનારને ઇનામ
મિનેસોટામાં ડેમોક્રેટ પાર્ટીના ટોચના નેતા મેલિસા હોર્ટમેન અને તેમના પતિ માર્કની હત્યાના આરોપીની ભાળ આપનાર માટે રૂ. 50 લાખનું ઈનામ જાહેર કરાયું છે. ગુપ્તચર એજન્સી એફબીઆઈએ આરોપીની ઓળખ 57 વર્ષીય વેન્સ બોએલ્ટર તરીકે કરી છે. એફબીઆઈએ બોએલ્ટરને ‘હથિયારધારી અને ખતરનાક’ જાહેર કર્યો છે. પોલીસે સ્થળ પરથી એક હિટ લિસ્ટ જપ્ત કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter